ડાકોર પોલીસે શિક્ષણ જગત માટે શરમજનક એવી ઘટનામાં સંડોવાયેલા આરોપી શિક્ષક શૈલેષ રાઠવાની તેના વતન છોટાઉદેપુરના ક્વાંટથી ધરપકડ કરી છે. આરોપીએ ધોરણ 8માં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરીને તેની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, પીડિત વિદ્યાર્થિનીએ આ નરાધમ શિક્ષકની પજવણીથી બચવા માટે શાળા બદલી નાખી હતી.
વિદ્યાર્થિનીએ શાળા બદલી છતાં પીછો ન છોડ્યો
તેમ છતાં આરોપી શૈલેષ રાઠવાનો આતંક ઓછો થયો ન હતો. તે સતત વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. જુલાઈ 2025 પછીથી અત્યાર સુધી તે સતત ટેલિફોનિક સંપર્ક કરીને વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થિનીના પરિવારે ડાકોર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી હતી.
