ડાંગમાં દીપડાના હુમલામાં બાળકીને શરીરે ગંભીર ઇજા પહોંચી છે અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે, બાળકી ઘર પાસે રમી રહી હતી અને તે દરમિયાન અચાનક દીપડો આવીને હુમલો કરીને ફરાર થયો હતો.

ડાંગ જિલ્લામાં દીપડાના હુમલાથી દીપડાની દહેશત

સુબીર તાલુકાના દેહર ગામે પાંચ વર્ષીય બાળકી પર દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે અને દહેર ગામના ધામદવિહિર ફળિયામાં ઘર આંગણે રમી રહેલ રિયા પર દીપડાએ કર્યો હુમલો. હુમલામાં બાળકીને દીપડાએ ગળાના ભાગેથી પકડી લીધી હતી અને ઘરના લોકો આવી જતા દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો, બાળકીની હાલત ગંભીર છે.

દાદીએ બુમાબુમ કરતા દીપડો બાળકીને મુકી ભાગી ગયો

ઇજાગ્રસ્ત રિયાને પ્રાથમિક સારવાર માટે આહવા સિવિલ ખસેડવામાં આવી છે અને ફરજ પરના ડોક્ટરે બાળકીની હાલત અંત્યત નાજુક હોવાથી સારવાર માટે વલસાડ ખસેડી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવ ભક્ષી દીપડાને પાંજરે પુરવા પાંજરા મુક્યા છે, છેલ્લા બે મહિનામાં જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં દીપડાને લઈ ભયનો માહોલ છે.


આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત ATSએ ધરપકડ કરેલ આતંકી ફૈઝાન શેખ 12 દિવસના રિમાન્ડ પર, આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો