ડીસા નજીક આવેલા ભોપાનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના રસ્તા પર જઈ રહેલી 5 વર્ષની માસૂમ બાળકી પર અચાનક જંગલી ભૂંડે જીવલેણ હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બાળકી પર જંગલી ભૂંડે હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, 5 વર્ષની રાશિબેન મહેન્દ્રભાઈ વાઘેલા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક જ જંગલી ભૂંડે તેના પર હુમલો કર્યો હતો. ભૂંડે બાળકીને આડેધડ બચકાં ભરીને ફંગોળી દીધી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ભૂંડના આ આક્રમક હુમલામાં બાળકીના માથા, મોઢા અને પગના ભાગે ઊંડા ઘા પડ્યા છે અને લોહીલુહાણ થઈ ગઈ હતી.










