ડીસા તાલુકાના શેરપુરા મુકામે આવેલા એક મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આ આકસ્મિક આગની દુર્ઘટનામાં ગોડાઉન માલિકને અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ડીસા તાલુકાના શેરપુરા ગામે રહેતા પોખરાજી માળી તેઓ મંડપનો ધંધો કરે છે અને ઘર પાસે મંપડનું ગોડાઉન આવેલ છે જે મંડપના ગોડાઉનમાં કોઈક કારણસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોટેગોટા આકાશમાં છવાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગે ભયંકર રૂપ ધારણ કરી લેતા ડીસા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાયટરના ડ્રાઈવર ધનાજી પરમાર અને તેમની ટીમે તેમજ સ્થાનિક લોકોએ સાથે મળીને ભારે જહેમત બાદ આખરે આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો. જેના કારણે મોટી હોનારત ટળી હતી. પરંતુ આગમાં અંદાજિત રૂપિયા 20 થી 25 લાખનું મંડપ બળી જતા મોટુ નુકસાન પામ્યું હતું
