ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ડીસાના ભોયણ પાટીયા નજીક બટાકા ભરેલું ટ્રેક્ટર પલ્ટી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્મતને પગલે રસ્તા પર ટ્રાફીકજાની સ્થિતિ ઉભી થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા નટરાજ કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા બિયારણ ભરીને નીકળેલું ટ્રેક્ટર ડીસા તાલુકાના ભોયણ પાટીયા નજીક ક્રોસિંગ કરવા જઈ રહ્યું હતું. ત્યારે ટ્રેક્ટર ઝેરડા નજીક આવેલા પમરૂ ગામના દિનેશ પટેલ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના ભોયણ પાટીયા નજીક ક્રોસિંગ કરતી વખતે ગફલતભર્યું ડ્રાઈવીંગ કરતાં ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર ડીવાઈડર પર ચડી જતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતને પગલે રસ્તા પર બટાકાની બોરીઓ વેરાઈ જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વાહનોની અવર જવરમાં અડચણ ઉભી થઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાની ટળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
