ભીલડી વિસ્તારના વિવિધ આગેવાનોએ ભીલડીને તાલુકો જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભીલડી વિસ્તારના સર્વાંગી વિકાસ, વહીવટી સુવિધાઓ અને પ્રજાજનોને થતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારે શંકર ચૌધરીએ પણ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી સાંભળી તાલુકા બાબતે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.


તે ઉપરાંત આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પણ મળીને ભીલડી વિસ્તારની હાલની સ્થિતિથી અવગત કરાયા હતા. જેમાં ખાસ કરીને ભીલડીમાં તાલુકાની સુવિધા ન હોવી તેમજ બસ સ્ટેશનના અભાવને કારણે પ્રજાજનોને રોજિંદી અવરજવર અને વહીવટી કામોમાં પડતી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખે પણ ભીલડીની સમસ્યાઓ અંગે સંવેદનશીલતા દર્શાવી યોગ્ય કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું હતું.

આ સમગ્ર પ્રયાસોમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસનુ મહત્વપૂર્ણ સહયોગ મળી રહ્યો હતો. ત્યારે ભીલડીને આગામી સમયમાં તાલુકાનો દરજ્જો મળી રહે તે માટે ઉચ્ચસ્તરે પણ રજૂઆતો કરવામાં આવનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: