ગત 23 ઓક્ટોબર 2026 ના રોજ નવી દિલ્હી સ્થિત વિૃ યુવા કેન્દ્ર ખાતે એક ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ જળ સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફાળો આપનાર દેશના શ્રેષ્ઠ જળ યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પ્રેરણાદાયી શિક્ષક અણદાભાઈ જાટનું નામ પણ ગર્વભેર સામેલ થયું છે. બનાસકાંઠા પંથકને હરિયાળો બનાવવાના ભગીરથ હેતુથી તેમણે ખેત તલાવડીઓનું નિર્માણ, બોર અને કૂવા રિચાર્જ જેવા જળ સંચયના ઉત્તમ કાર્યો કર્યા છે. તેમના આ ભગીરથ પ્રયાસોની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે અને દિલ્હી ખાતે તેમને જલ પ્રહરી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
