ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ એલ.એચ.માળી આદર્શ હાઈસ્કૂલમાં જુનિયર કલાર્ક તરીકે શિવાજી પુનમાજી સુંદેશા 32 વર્ષથી ફરજ બજાવતા વય નિવૃત્તિ થતાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં લાંબા સમય સુધી શાળાની વહીવટી કામગીરીમાં નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવી હતી. શાળાના આચાર્ય મિલન રાવલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે વય નિવૃત્તિ લેનાર નિવૃત્ત કલાર્ક શિવાજી પુનમાજી સુંદેશાને પ્રગતિ મંડળના પ્રમુખ અમૃતલાલ પઢિયાર તરફથી સાફો અને ફૂલહાર પહેરાવી સન્માનપત્ર, શાલ, શ્રીફળ, ગીતાનું પુસ્તક, પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી વિશેષ સન્માન કર્યું હતું.
