ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા પગાર કેન્દ્ર શાળા ખાતે ચાલી રહેલી ધોરણ 1 થી 5 ની શિક્ષકોની તાલીમ દરમિયાન કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડનું હાર્ટ એટેક આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ આકસ્મિક ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. આસેડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 5 ના શિક્ષકોની તાલીમ ચાલી રહી હતી. આ તાલીમમાં કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડ પણ ઉપસ્થિત હતા. તાલીમ ચાલુ હતી તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓને હાર્ટ એટેક હ્ય્દયરોગનો હુમલો આવ્યો હતો.
