ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં 19 સમિતિઓ વિવિધ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને આપવામાં આવી છે. જોકે આ સમિતિઓની બેઠક ડીસા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કૌશિક સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, ઉપપ્રમુખ પલ્લવી જોષી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ દ્વારા તમામ સમિતિઓના મેન્ડેડ રજુ કરવામાં આવ્યા હતા. જોકે પાર્ટીએ અને ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી દ્વારા સમિતિઓમાં લગભગ મોટા ભાગના જ્ઞાતિઓને સમાવી લીધા હતા. જેથી સમિતિઓની રચના બાદ ભાજપના કોર્પોરેટરોમાં ખુશી જોવા મળી રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો