ડીસા માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી આગળથી જ એક વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ડીસા માર્કેટયાર્ડમાં સુઆયોજિત રીતે થતું GST કૌભાંડ વિશે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેના સમાચાર સંદેશ દૈનિકમાં પ્રસિદ્ધ થયા બાદ માર્કેટયાર્ડના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી તો માર્કેટના સત્તાધીશો આ વેપારીને દબાવવા માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી ખરીદીની કામગીરીને રોકાવી દીધી હતી અને તેને દબાવી ખુલાસાની માંગણી કરી હતી જોકે વેપારી પણ આ વિડીયો વાયરલ બાદ માર્કેટના અધિકારીઓની ધમકીના કારણે ફફડી ઉઠયો છે જોકે વેપારીએ જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં ક્યાંક સત્યતા હોવાનું પણ ચર્ચા રહ્યું છે જોકે હાલમાં તો આ રૂ.500 કરોડથી વધુ GST ચોરીને દબાવવા વેપારીઓ અત્યારે બિલો બનાવવામાં અને આ મામલાને દબાવવાના પ્રયાસો શરૂ કયર છેતો માર્કેટયાર્ડના સત્તાધીશો ના પગ નીચે રેલો ન આવે તે માટે તેઓ દ્વારા આ વેપારીને દબાવી તેનું માફી પત્ર તેમજ તેને ધંધો ન કરવા દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે અને હાલ તેને લાયસન્સ રદ કરી કમિટી નક્કી કરશે તેમ કહી ખરીદી બંધ કરાવી દેવામાં આવી છે જેને લઈને હાલ આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આ GSTચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલુ રહ્યું હોવાનું પણ કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જોકે કેટલાક વેપારીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાની GST ચોરી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે GST અધિકારીઓ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ કરે છે કે પછી GST અધિકારીઓપર મિલીભગત હોય તેવી ચૂપ ભી ચૂપ મેરી બી ચૂપના નાટકો ભજવે છે કે કેમ તે પણ ચર્ચા નો વિષય બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો