બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત વી.જે.પટેલ શાકમાર્કેટ ડીસા શહેરના મધ્યમાં આવેલી છે. જોકે આ માર્કેટયાર્ડમાં 200 થી વધુ પેઢીઓ આવેલી છે અને તેમાં જિલ્લાભરમાંથી ખેડૂતો શાકભાજીના વેચાણ માટે આવી રહ્યા છે જોકે હાલમાં આ માર્કેટયાર્ડમાં ખેડૂતોના સાધનોની અવરજવરના કારણે ટ્રાફિકજામ સર્જાય છે અને ખેડૂતો આ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે તો બહારના સેન્ટરોમાંથી શાકભાજીની ખરીદી કરવા આવતા વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે સાથે આ માર્કેટયાર્ડમાં વેપાર કરતા વેપારીઓ પણ પોતાના વાહનોને માર્કેટયાર્ડની બહાર ઉભા રાખવા મજબૂર છે.

જોકે ડીસા શાક માર્કેટના વેપારીઓ છેલ્લા 20 વર્ષથી આ માર્કેટયાર્ડને હાઈવે પર મોકળાશ વાળી જમીનમાં બનાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ 20 વર્ષથી આ માંગણી માર્કેટયાર્ડના સત્તાધીશો સાંભળી રહ્યા નથી જોકે માર્કેટયાર્ડના સત્તાધીશો હાલ આ સમસ્યાનો નિરાકરણ લાવવા આગળ આવવાની જરૂર છે જોકે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાં આવેલી આ માર્કેટમાં ટ્રાફિક સમસ્યાનો પેચીદો પ્રશ્ન બની જવા પામ્યો છે. સાંજ અને સવારના સમયે માર્કેટયાર્ડમાં મોટર સાયકલ લઈને નીકળવું પણ મુશ્કેલ ભર્યું બની જાય છે અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને અન્ય વાહનો લઈને આવતા પરેશાન થઈ રહ્યા છે ત્યારે માર્કેટયાર્ડના સત્તાધીશો હવે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશો આમ તો મોટી વાતો કરી અને તમાશા કરી રહ્યા છે. ત્યારે ખરેખર શાક માર્કેટમાં પરેશાન થતા ખેડૂતોની વેદના સાંભળવામાં રસ કેમ નથી તે સવાલ દરેકના મનમાં ઉભો થઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો