ડીસા : ડીસામાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાના, રસ્તા ઉપર ખાડા પડવાના બનાવો બન્યા હતા. જેની ફરિયાદ કન્ટ્રોલરૂમ આવતા ત્વરિત ડીસા નગરપાલિકા, ડીસા મામલતદારની ટીમ અને ડીસા તાલુકા પંચાયતની ટીમો વિવિધ સ્થળે પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવ્યું હતું. ત્યારે ડીસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર, પર્યાવરણ તેમજ કલાઈમેન્ટ ચેન્જના મંત્રી પ્રવીણ માળી ડીસામાં નગરપાલિકા કચેરીએ પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે ફરિયાદોનો તાત્કાલિક નિરાકરણ લાવવા સુચના આપી હતી. ત્યારબાદ ડીસા મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને તે પણ ફરિયાદો આવી છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની સૂચના આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો