ડીસાના સમશેરપુરા પાસે આવેલ શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલમાં રવિવારે રબારી સમાજનું મહા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, રાણીવાડાના ધારાસભ્ય રતન દેવાસી સહીત બનાસકાંઠા, પાટણ, થરાદ વાવ અને દક્ષિણ રાજસ્થાનના આગેવાનો સહિત 50,000થી વધુ રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં નાના મોટા એક સમાન ગણી કોઈ પ્રકારની સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તમામને સ્ટેજની નીચે જ બેસાડવામાં આવ્યા હતા અને દરેકના સંબોધન વખતે એક પછી એક સ્ટેજ ઉપર જવા દેવામાં આવ્યા હતા. આ બાબતે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું કે સમાજના સામાજિક બંધારણના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ,લગ્ન પ્રસંગ મામેરુ અને મોસાળુ પ્રસંગ, આણું છૂટાછેડા, શિક્ષણ ક્ષેત્ર,સમુહ લગ્ન, વ્યસન, મરણ પ્રસંગ અને અન્ય આમ કુલ 11 મુદ્દાઓ આ સામાજિક બંધારણમાં લેવામાં આવ્યા છે. જેનાથી સમાજનું શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે સમાજ આર્થિક રીતે મજબૂત થશે અને આવનાર પેઢીનું ભવિષ્ય ઉજળું થશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: