ડીસા તાલુકાના ભીલડી-સોયલા વિસ્તારમાં લાંબા સમયથી પ્રજા માટે શિરદર્દ સમાન બનેલી રેલવે ફાટક 43-Cપર ટ્રાફીક સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે એક વિશાળ બિન-રાજકીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહભાઈ દેસાઈ ની આગેવાની હેઠળ આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા નેસડા ના રસાયણીયા હનુમાન દાદાના મંદિરેથી પ્રસ્થાન થયેલી પદયાત્રાનું સોયલા સહિત ભીલડી ગામે ભવ્ય સ્વાગત કરાયું હતું આ પદયાત્રાનું પ્રસ્થાન નેસડા ગામે આવેલા પ્રસિદ્ધ રસાણીયા હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ લઈને કરવામાં આવ્યું હતું. ત્યાંથી પદયાત્રા સોયલા ગામે પહોંચતા અને ભીલડી ગામે ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન સ્થાનિક માતાજીના મંદિરે દર્શન કરી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો આગળ વધ્યા હતા. ભીલડી જંકશન ખાતે આવેદનપત્ર આપવા વિશાળ જનમેદની સાથે નીકળેલી આ પદયાત્રા ભીલડી જંકશન ખાતે પહોંચી હતી, જ્યાં રેલવે ઓવરબ્રિજની માંગણી સાથે રેલવે સ્ટેશન માસ્ટર પ્રકાશચંદ્ર મીણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલવે ફાટક વારંવાર બંધ રહેવાના કારણે વાહનચાલકો, દર્દીઓ અને વેપારીઓને દરરોજ ભારે હાલાકી ભોગવવી પડે છે. અને અનેક વાર ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ જાય છે અનેક નિર્દોષ લોકોને સમયસર સારવાર ન મળતાં મોતને ભેટી રહ્યા છે ત્યારે સ્થાનિક આગેવાન નરસિંહ દેસાઈ દ્વારા આંદોલન દ્રારા જન સમસ્યાનો હાલ નહીં થાય તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા ભીલડી-સોયલા રેલવે ફાટક પર વહેલી તકે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડયે પ્રજાના હિત માટે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. જોકે આજે યોજાયેલ બિનરાજકીય પદયાત્રામાં સ્થાનિક ભાજપના આગેવાનો અને અન્ય પક્ષના હોદ્દેદારો દુર રહેતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
