ડીસા માર્કેટયાર્ડમાં અનાજનો વેપાર કરતા પેઢીના માલિકો દ્વારા કરોડો રૂપિયાની GST ચોરી થતી હોવાનુંખુદ પેઢીના માલિકે કબૂલ્યું હતું અને સોશિયલ મીડિયા મારફત સમગ્ર કૌભાંડ બહાર લાવ્યો હતો અને સરકારને થતું નુકસાન બચાવવા આ વેપારી દ્વારા વિડીયો વાયરલ કર્યો હતો. પરંતુ બાદમાં માર્કટયાર્ડના સત્તાધીશો આ વેપારીને દબાણમાં લાવી અને માફી નામુ મંગાવી ધમકી આપી વિડીયો બનાવી અને બાદમાં સમાધાન કર્યું હતું. પરંતુ સમાધાન થવાથી GST ચોરીનો કૌભાંડ અટકતું નથી. પરંતુ GST અધિકારીઓ માર્કેટયાર્ડમાં GST ચોરી કૌભાંડ ઝડપવામાં વામળા પુરવાર થયા છે જોકે આટલી મોટી GST ચોરી થતી હોવા છતાં GSTઅધિકારીઓ આંખ આડા કાન કરતાં સમગ્ર જિલ્લામાં GST અધિકારીઓ સામે શંકાની નજરે જોવાઈ રહ્યું છે જોકે GSTઅધિકારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવી ડીસા માર્કેટયાર્ડની પેઢીઓ પર તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની GSTચોરી બહાર આવી શકેતેમ છે જોકે અનેક વેપારીઓ ખેડૂતોના નામે હજારો બોરી માલ ગોડાઉનમાં ભરી દીધેલ છે. જોકે આ ગોડાઉનમાં તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો GSTચોરીનો માલ મળી શકે તેમ છે જોકેહવે GSTઅધિકારીઓ પત્રમ પુષ્પમ કરી અને પોતાના સ્વાર્થ પૂરો કરે છે કે પછી સરકારી આવક માટે તપાસ કરે છે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું. જોકે હાલમાં પણ કેટલાક માર્કેટયાર્ડના વેપારીઓ GSTઅધિકારીઓને ખિસ્સામાં રાખતા હોવાના દાવાઓ પણ કરી રહ્યા છે અને સબ સલામતએ અધિકારી અમારા હૈ તેવું પણ છડેચોક કહી રહ્યા છે.
