જુનાડીસામાં પ્રાણી સંગ્રહાલયની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા વચ્ચે સરકારનો સંવેદનશીલ અભિગમ દાખવીને દબાણકારોને પ્લોટની ફાળવણી કરી છે. જુનાડીસામાં નાઈટ સફારી પ્રાણી સંગ્રહાલયની જમીન પર દબાણ કરીને વસવાટ કરતા 140 પરિવારોને સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવવાની મંજૂરી અપાઈ છે. આ પરિવારો દબાણની જમીન પર વસવાટ કરી રહ્યા હતા અને જે દબાણ ખુલ્લી કરાવી પ્રાણી સંગ્રહાલયનું કામ શરૂ કરતા ઘરવિહોણા બની રહેલા પરિવારોને સરકારે એક હેક્ટર જેટલું નવું ગામતળ મંજૂર કર્યું અને વહીવટી તંત્ર દ્વારા 212 જેટલા દબાણો પ્રાથમિક દ્રષ્ટિએ ઓળખી કાઢવામાં આવ્યા. જેમાંથી નાના પરિવારો રઝળીના પડે તેને 140 પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અને 38 જેટલાં પરિવારોની હાલ અરજી પેન્ડિંગ છે તેમને પણ આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલય માટે ની જમીન ખુલ્લી કરાવતા અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા ત્યારે સરકાર પાસેથી મંજૂરી મેળવી અને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીના પ્રયાસોથી એક હેક્ટરમાં 140 પરિવારોને પ્લોટ ને મંજૂર કરવામાં આવ્યા છે. જોકે દબાણની જમીન ખુલ્લી થતા ઘર વિહોણા બનેલા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી રાજ્ય સરકારના મંત્રી અને ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી પાસે પ્લોટ મંજૂરી માટે માંગણી કરતા સરકારે પ્રથમ વખત દબાણકારોને માલિકીના પ્લોટ ફાળવી ઉમદા કાર્ય કર્યું છે. જોકે ઘર વિહોણા પરિવારોને પ્લોટ મળતા જ પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે.
