ડીસામાં કેટલાક શખ્સો પોતાના મોબાઈલમાં પોતાની આઈડી બનાવી ગુગલ એપના આધારે ઓનલાઈન મેચનો સટ્ટો રમાડતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા એલસીબી એ.વી.દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ પોલીસ એલસીબી સ્ટાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એલ.આહીર, એએસઆઈ નરેશભાઈ અને મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, અરજણજી, વિજયસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ સતર્ક રહી બાતમીના આધારે તપાસ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જલારામ મંદિર નજીક આવેલા નવા બસ સ્ટેશન પાસે શોપિંગ સેન્ટરમાં દુકાન પાસે એક બાઈક પર બેઠેલા યુવક પોતાના મોબાઈલમાં કંઈક કરતો હતો. તે દરમિયાન તેની પાસે જઈ તપાસ કરતાં પોતે એમના મોબાઈલમાં ગુગલ ક્રોમનીમાં આઈડીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાનું જણાવ્યું હતું. આરોપી રાજેશ સ/ઓ લાલજી ઈૃરજી ઠાકોર રહે.પાંજરાપોળ સોસાયટી ભીલડી તા.ડીસા હોવાનું જણાવ્યું હતું. ત્યારે મોબાઈલમાં તપાસ કરતાં સ્કોટલેન્ડ અને ઈટાલિયા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ 52 રૂપિયાની હાર-જીતનો જુગાર રમાડતાં હોવાનું જણાવ્યું હતું. ત્યારે એલસીબી પોલીસના માણસોએ આરોપીને અને મોબાઈલ ફોન સાથે ઝડપી તેની સામે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર









