સાંઈબાબા સ્પોર્ટ્સ કલબ ડીસા ખાતે ક્રિકેટ ટેબલ ટેનિસ અને વોલીબોલ રોજ પ્રેક્ટિસ ચાલે છે જેમાં તાજેતરમાં ખેલ મહાકુંભમાં ખેલાડીઓ સારી એવી સિદ્ધિ મેળવી હતી જેમાં હાલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેબલ ટેનિસ સ્પર્ધા પાટણ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી. જેમાં ડીસા સાંઈબાબા સ્પોર્ટ્સ કલબની ખેલાડી મનીષા મનોજભાઈ ખત્રી યુનિવર્સિટીની ટેબલ ટેનિસ મહિલા ટીમમાં પસંદગી થઈ છે જે આગામી દિવસોમાં યુનિવર્સિટીની ટીમમાં નેશનલ રમવા જશે તે બદલ સાંઈબાબા કલબના પરિવાર ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો