ડીસામાં બે સગી બહેનો દ્વારા પોલીસ કોન્ટેબલ અને બે હોમગાર્ડ જવાનો સામે શોષણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલાએ ડીસા તાલુકા પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.
તેની રજૂઆત સાંભળવામાં ન આવી હોવાનો યુવતીનો આક્ષેપ
શોષણનો ભોગ બનેલી યુવતી ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરવા ગઈ હતી, પરંતુ તેની રજૂઆત સાંભળવામાં ન આવી હોવાનો યુવતીનો આક્ષેપ છે.
રાત્રે એક વાગ્યા સુધી પોલીસ મથકે બેસી રહેલી યુવતી
યુવતીનો દાવો છે કે તે રાત્રે દસ કલાક સુધી પોલીસ મથકે રડતી રહી, છતાં પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ન ધરી. રાત્રે એક વાગ્યા સુધી પોલીસ મથકે બેસી રહેલી યુવતીની રજૂઆત ન સાંભળવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ જવાનો સામે આરોપ
આ મામલે હોમગાર્ડ જવાનો ભરત ગેલોત અને પ્રવીણ બાબુજી તેમજ પોલીસ કોન્ટેબલ ઈશ્વર ચૌધરી સામે શોષણના આક્ષેપ કરાયા છે.
આપઘાત કરવાની ચીમકી આપતો વીડિયો વાયરલ
ન્યાય ન મળ્યાની લાગણીથી વ્યથિત થઈ યુવતીએ પોલીસ મથકથી આપઘાત કરવાની ચીમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતા અંગે સમાચાર માધ્યમો દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
ડીસા તાલુકા પોલીસ માટે શરમજનક સ્થિતિ
આ ઘટનાને લઈને ડીસા તાલુકા પોલીસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. યુવતી એ પોલીસ મથકથી આત્મહત્યા કરવાની ચીમકી સાથેનો વીડિયો વાયરલ કર્યો