ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરી અને ગુજરાત ચલાવતા યુવકને ફોન મેસેજ કરી પાલનપુર ખાતે બોલાવી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેની પાસેથી રૂા.54,000 પડાવી લેનાર હનીટ્રેપની ગેંગના 4 ઝડપાયા બાદ હવે પોલીસે કિરણ નામની યુવતીને પણ રાજસ્થાનથી ઝડપી લીધી છે. ડીસા પંથકના ખેડૂત યુવકને ફોનમાં મેસેજ કરી અને પરિચય કેળવ્યો હતો અને પરિચય કર્યા બાદ તેને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો આથી યુવક ગાડી લઈને પાલનપુર આવતો હતો તે વખતે તેને બાદરપુરા ગામ નજીક ઉભો રાખી અને તેની ગાડીમાં બેસી ગયેલ બંને યુવતીઓએ તેને પાલનપુર મોલમાં લઈ ગયેલ અને ત્યાંથી એક હોટલમાં જમવા ગયેલ અને જમ્યા બાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેનો વિડીયો ઉતારી રહેલ યુવતી અંગે શંકા જતા યુવકે ત્યાંથી પરત નીકળી ગયેલ અને તે સમયે વડગામ જવું છે તેમ કહી અને ગાડીમાં બેસી ગયેલ આથી વડગામ મુકવા જતી વખતે રસ્તામાં તેની ગાડીને આંતરી અને ગાડીમાં આવેલા ચાર યુવકોએ અપહરણ કરી અને રૂપિયા 4000 પડાવી લીધા હતા અને બાકીના 50,000 રૂપિયા તેના કાકા પાસે મંગાવ્યા હતા. આમ કુલ રૂા.54,000 પડાવી લીધા બાદ બાકીના રૂપિયા આપવા માટે દબાણ કરી રહ્યા હતા જે અંગે ખેડૂત યુવકે તેના કાકાને વાત કરતા આ બાબતે તેના કાકાની મદદથી ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે અગાઉ ચાર યુવકોની અટકાયત કરી હતી અને આ કેસમાં સંડોવાયેલા એક કિરણ નામની યુવતીને પોલીસે રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી લીધી હતી અને આ કેસમાં બાકી રહેલ પુજા નામની યુવતીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: