ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લામાં નવેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધતાં જનજીવન પર ઠંડીની અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો બે થી અઢી ડિગ્રી જેટલો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાતાં લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્ર્રો તેમજ તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. શુક્રવારે ડીસાનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું જેથી ઠંડી વધતાં વહેલી સવારે અને સાંજે લોકો તાપણાં કરતા નજરે પડે છે.
