ડીસા તાલુકાના જુનાડીસા વાસણા અને વડાવલ ગામની હદમાં આવેલી બનાસ નદી આજકાલ બિનઅધિકૃત ખનનની ચપેટમાં છે. રાજકીય નેતાઓની ખુલ્લી ભલામણ અને આડકતરા આશ્રાયથી ખનીજ માફ્યિાઓ નદીના વિશાળ પટમાં દિવસરાત બેફામ રીતે રેતી ઉપાડી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારને પર્યાવરણીય જોખમમાં મૂકી દીધો છે. સ્થાનિક તંત્ર થી માંડીને ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર સુધીની ચૂપકીદી અનેક સવાલો ઉભા કરે છે. ગ્રામજનો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેથી ભારે વાહનો દ્વારા સતત રેતીનું વહન રહ્યું છે બનાસ નદી નું ખુલ્લે આમ ચિરહરણ થતા કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચતા ભૂગર્ભ જળસ્તર ને પણ ગંભીર અસર પહોંચી રહી છે જેથી આવનારા સમયમાં ખેતી, પીવાનું પાણી અને પશુપાલન પર ગંભીર સંકટ સર્જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. આ સમગ્ર કાંડમાં રાજકીય દબાણને કારણે અધિકારીઓ આંખ મીંચી બેઠા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો બનાસ નદી માત્ર નામની નદી બની રહેશે અને પ્રકૃતિની આ અમૂલ્ય ભેટ લૂંટાઈ જશે. ત્યારે જનતા માંગ કરી રહી છે કે ઉચ્ચ સ્તરે તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવાં માં આવશે ખરા ?


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: