બનાસકાંઠામાં રવિ સિઝનમાં મોટાભાગના વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે ત્યારે ઠંડીની શરૂઆત થતાં જ ડીસા સહિત બનાસકાંઠા પંથકના ખેડૂતો બટાકાની વાવણીમાં પુર જોશમાં લાગી ગયા છે જોકે ચાલુ સાલે નહિવત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીની ઘટ હોવાના કારણે વાવેતર થઈ શકે તેવી સ્થિતિ નથી જેથી બટાકાનું વાવેતર ઘટવાની સંભાવના છે. જોકે ગયા વર્ષે બટાકામાં કરોડો રૂપિયાનું નુકસાન કર્યા બાદ પણ ખેડૂતો ફરી નવી આશા સાથે વાવેતરની શરૂઆત કરી છે દેવાદાર ખેડૂતો વેપારીઓ પાસેથી બાકીમાં અને વ્યાજે બિયારણ અને ખાતર લાવી અને વાવેતરની શરૂઆત કરી છે અને નવું વર્ષ સારૂં જાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.

જોકે ચાલુ સાલે મોટાભાગના ખેડૂતો બટાકાના વાવેતરની પદ્ધતિ બદલી નાખી છે અને બાટકાનું બિયારણ પણ બદલી અને સંતના અને કોલંબો જેવી જાતિના બિયારણનું વાવેતર વધુ કરી રહ્યા છે. જોકે આ બટાકા લાઈટ અને ટાઈટ હોવાના કારણે તેમજ માંગ વધુ હોવાના કારણે ખેડૂતને નવું વર્ષ સારૂં જાય તેવી આશાએ ઊંચા ભાવના બિયારણો અને મોંઘા ભાવના ખાતર લાવીને વાવેતરની શરૂઆત કરી છે. જોકે હાલમાં ડીસા પંથકમાં મોટાભાગના ખેડૂતો વાવેતરમાં લાગ્યા છે અને લગભગ 15 થી 20 દિવસ સુધી આ બટાકાનું વાવેતર ખેડૂતો કરશે સાથે નવી આશા અને હિંમત સાથે વાવેતરની શરૂઆત કરી છે.