બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે વહેલી સવારે દરોડો પાડીને એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં આ ફેક્ટરી ઘણા સમયથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને ધમધમતી હતી. ફૂડ સેફ્ટીના નિયમોની ધજાગરા ઉડાવીને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા. SOGની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર રેડ કરી હતી. રેડ દરમિયાન, પોલીસે સ્થળ પરથી અંદાજિત 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.










