દેવગઢબારીઆ તાલુકા મથકને જોડતાં દરેક રોડ ઉપર મુસાફરોની અવરજવર માટે ખાનગી વાહનો દોડી રહ્યા છે. પેસેન્જરો મેળવવાની લ્હાયમાં ઘેંટા બકરાંની જેમ મુસાફરોને વાહનોમાં ભરીે બેફામ દોડતાં જોવા મળે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. દેવગઢબારીઆ તાલુકા સહિત જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ જામી છે. ગામડાના લોકો ખરીદી કરવા તાલુકા મથકો સુધી જતાં હોય છે. પરંતુ ત્યાં પહોંચવા માટે એસ.ટી બસોની યોગ્ય સુવિધા નહીં હોવાથી તેમજ સમયને ધ્યાનમાં રાખીને મોટાભાગે લોકો ખાનગી વાહનોનો સહારો લેતાં હોય છે. દેવગઢબારીઆમાં પીપલોદ, ધાનપુર, સાગટાળા, કાળીડુંગરી સુધી પેસેન્જરો સાથે વાહનો દોડતાં હોય છે. આ ખાનગી ગાડીઓ વાળા ઘણીવાર વધુ પેસેન્જર ભરવા પાછળનો દરવાજો પણ ખુલ્લો રાખી જોખમી રીતે પૂરઝડપે વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે ક્યારેક મોટો અકસ્માત થાય તેવો પણ ભય રહેતો હોય છે. આ ગાડીઓ વાળાને દરવાજો બંધ કરવાનું કહે તો પેસેન્જરને ધમકાવી ગાડીમાંથી ઉતરી જવાનું કહેતાં હોય છે. ત્યારે આ પ્રકારે જોખમી રીતે અને RTOના નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતાં વાહનો પર રોક લગાવવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો