ધંધૂકા એપીએમસી ખાતે ભાલ વિસ્તારમાં ઉત્પાદન થતા ગુણવત્તાસભર ચણાની જાહેર હરાજીનું કેન્દ્ર વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું. હરાજીનો શુભ પ્રારંભ ચેરમેન ચેતનસિંહ ચાવડા તથા વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપીએમસીના તમામ ડિરેક્ટર્સ, ચણાના વેપારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ચણા સાથે ઉપસ્થિત રહ્યા હતા. હરાજી શરૂ કરતાં પહેલાં હળપતિ હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શુભેચ્છા સાથે બજાર પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. પ્રથમ દિવસે ચણાનો સૌથી ઊંચો ભાવ 1,311 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો, જ્યારે સૌથી નીચો ભાવ 1,051 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. પ્રથમ દિવસે ચણાની કુલ આવક 210 ક્વિન્ટલ નોંધાઈ હતી. હરાજી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને એપીએમસી દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે કરવામાં આવી હોવાનું સેક્રેટરી વાઘેલાએ જણાવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: