ધંધૂકા : ધંધૂકા વિસ્તારમાં ઓવરલોડ ડમ્પરો અને ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરી દોડતા વાહનો પરત્વે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધંધૂકા મામલતદાર દ્વારા ખનીજ ભરેલા ઓવરલોડ ત્રણ ડમ્પરને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને તે અંગેની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તથા ડમ્પરોમાં ભરેલા ખનીજને લઈ પણ ખાણ-ખનીજ વિભાગને તાકીદ કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો