ધંધુકા ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ભરતભાઈ પંડયા નો ભવ્ય અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એપીએમસી ધંધુકા ખાતે યોજાયો હતો, જેમાં ધંધુકા અને ધોલેરા સંગઠન દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડીસી ડિરેક્ટર રાજભા ચુડાસમા, જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન દીગપાલસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થા, પાર્ટી સંગઠન અને આગેવાનો દ્વારા ભરતભાઈ પંડયા નું ફૂલહાર, શાલ અને સ્મૃતિચિહન આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.

આ કાર્યક્રમ ધંધુકા-ધોલેરા સંગઠનની એકતા અને સંગઠન શક્તિનું પ્રતિક બની રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: