ધંધુકા ધોલેરા માર્ગ પર રાયસંગગઢ પાટિયા નજીક ગત રાત્રે હિટ એન્ડ રનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રોજકા ગામનો યુવાન જયપાલ પટેલ બાઈક પર ધોલેરા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટક્કર મારનાર વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા રોજકા તથા આજુબાજુના ગામોના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત જયપાલ પટેલને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો અને તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક જયપાલ પટેલ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટને લઈ વિસ્તારમાં ખૂબ ચર્ચામાં રહેતો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










