ધંધુકા ખાતે આવેલ ડમ્પિંગ સાઇટ પર રાત્રિના સમયે પ્લાસ્ટિકના ફેલાયેલા વિશાળ જથ્થામાં અચાનક અગમ્ય કારણોસર આગ ફટી નીકળી હતી. વિશાળ મેદાનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પાથરેલો હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


આગની જાણ થતાં બરવાળા નગરપાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ જ્યાં આગ લાગી હતી તે સ્થળ સુધી ફાયર ફાઈટર પહોંચે તેવી સ્થિતિ ન હોવાથી માર્ગ પરથી જ કચરાને ફેલાવી દેવાયો હતો. જેના કારણે ફાયર ટીમને દૂરથી જ આગ બુઝાવવાની ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ફાયર ટીમ દ્વારા અંદાજે બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારે મહેનત બાદઆગને કાબૂમાં લેવામાં સફ્ળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે ધુમાડાના ગોટાળા ફેલાતાલોકોમાં ચિંતા ફેલાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: