ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક આજે બે બાઇક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વાસણા ગામ નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્મતની જાણ થતાં ધંધુકા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકાની ઇસ્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ધંધુકા-લીંબડી રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત અંગે વધુવિગતોની રાહ જોવાઈ રહી છે.
