અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા વધતી મોંઘવારી સહિતના વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી યોજી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રેલી બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વધતી મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહેલા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જીવનજરૂરી ચીજવસ્તુઓ, ગેસ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય આવશ્યક સેવાઓના ભાવોમાં સતત વધારો થતાં સામાન્ય જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેમણે સરકારને મોંઘવારી પર તાત્કાલિક કાબુ મેળવવા અને પ્રજાને રાહત મળે તેવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી. કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: