બગોદરા પાસે એસટી બસ મારફ્તે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એલસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એસટી બસમાં 8 કોથળા તેમજ 4 સ્કૂલ બેગમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ એલસીબીએ ઝડપ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકની દારૂની બોટલોની હેરાફેરી થતી હોવાની હકીકત એલસીબીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને કોન્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળતા વોચ રાખી હતી જેમાં એસટી બસ નં. જીજે-18-ઝેડ-9407માંથી નગીનભાઈ રાઠવા નામના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દરોડામાં કુલ 950 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 2.37 લાખનો મુદામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: