અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, ધંધૂકા તાલુકા દ્વારા ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત યાત્રા તથા માર્ગદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત પુનિત મહારાજની પવિત્ર પુણ્યભૂમિ ધંધુકામાં ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુનિત મહારાજના બાવળાથી માર્કેટ યાર્ડ તરફ્ સ્વાગત યાત્રા યોજાઈ હતી, જેમાં ધંધુકા શહેર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા, સમાજના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. સ્વાગત યાત્રા બાદ યોજાયેલી માર્ગદર્શન સભામાં ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમના સંબોધન દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધંધુકા શહેર અને તાલુકામાં ધાર્મિક તથા રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો અને ધર્મપ્રેમી નાગરિકોનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, ધંધુકા તાલુકા દ્વારા કરાયું હતું.
