અમદાવાદ જિલ્લામાં ધોલેરા રેન્જના કાર્યક્ષેત્રમાં આવેલ બાવળિયારી ગામની સીમ વિસ્તારમાં ગત તા. 31મી જાન્યુઆરીએ ખેતરની પાક રક્ષણ જાળમાં ફ્સાયેલા કાળીયારને ખાવાના ઈરાદે છરી વડે તેના અંગો કાપવાનો ગંભીર ગુનો બન્યો હતો. આ ઘટનાની ચોક્કસ બાતમી મળતા ધોલેરા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર અને સ્ટાફ્ તેમજ કાળીયાર રેસ્ક્યુ સ્ટાફ્ દ્વારા તાત્કાલિક રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં છનાભાઈ દિલીપભાઈ કુમારખાણીયા અને બટુકભાઈ કવાભાઈ સાથળીયા, બંને રહેવાસી બાવળિયારી, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદનો સમાવેશ થાય છે.


નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ ડો. મીનલ જાનીની સૂચના અને મદદનીશ વન સંરક્ષક હિતેન્દ્રસિંહ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓને પ્રિન્સીપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ર્ફ્સ્ટ ક્લાસ, કોર્ટ ધોલેરા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થતા વધુ તપાસ અર્થે આરોપીઓને ધોલેરા રેન્જ ઓફ્સિે લાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી તપાસ અધિકારી રવિરાજસિંહ મોરી(રેંજ ફોરેસ્ટ ઓફ્સિર, ધોલેરા)ના નેતૃત્વ હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર રાજેશભાઈ વી. સિંધવ, રાઉન્ડ ફોરેસ્ટર શક્તિસિંહ જે. પરમાર તથા વનરક્ષક જયદીપસિંહ ડી. ચાવડાની ટીમ દ્વારા સફ્ળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: