ધંધૂકા : ધંધૂકા શહેર નજીક ધોલેરા વળાંક પાસે ગુરુવારે સાંજે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ લઈ જવાના માર્ગમાં જ ઇજાગ્રસ્તે અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વ્યક્તિ પરપ્રાંતીય હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
