અમદાવાદ જિલ્લામાં ધંધૂકા-રાણપુર માર્ગ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી રોડ નીચે ઉતરી ઘઉંના ખેતરમાં ખાબકી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી માર્ગ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. કારમાં સવાર લોકોનો આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને કોઈને ગંભીર ઈજા પહોંચી નહોતી. કાર સીધી ઘઉંના પાક ભરેલા ખેતરમાં ઉતરી જતા આસપાસના વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણોની વધુ તપાસ ચાલી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: