ધંધૂકા : અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં છેલ્લાં બે દિવસથી હવામાન પલટા સાથે મેઘરાજાની હળવી મહેર જોવા મળી રહી છે. ત્યારે ધંધૂકા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બાળકોની નિર્દોષ મસ્તીનો સુંદર નજારો જોવા મળ્યો હતો. વરસતા વરસાદ અને રસ્તા પર ભરાયેલા પાણીમાં બાળકોએ દોડધામ કરી છબછબિયાં માણ્યાં હતાં. વરસાદની દરેક બુંદ જાણે બાળપણની ખુશીઓને પાંખ આપી રહી હોય તેમ બાળકો આનંદમાં તરબોળ જોવા મળ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો