ધંધુકા શહેરમાં પાલિકા વિસ્તારની સીમમાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે સ્થાનિક નાગરિકોમાં ચિંતા વધી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે અકસ્માતોનું જોખમ વધવાની સાથે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી પશુઓને રાખવા માટે યોગ્ય સ્થળે ડબ્બો (કેટલ પાઉન્ડ) શરૂ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે પાલિકા દ્વારા યોગ્ય જગ્યા ફળવી પશુઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો રખડતા ઢોરની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ અંગે ચીફ્ ઓફ્સિર ને પણ રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે નાગરિકો પાલિકા પ્રમુખને મળવા પહોંચ્યા હતા. જોકે પ્રમુખ હાજર ન હોવાથી પ્રમુખપતિએ આવેદનપત્ર સ્વીકારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સ્થાનિકોએ પાલિકાને શહેરના નાગરિકોની સુરક્ષા અને ટ્રાફ્કિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રખડતા પશુઓની સમસ્યાના ઝડપી અને કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવામાંગ કરી છે.
