ધોલેરાના કાદીપુર ગામે નવી આધુનિક શાળાના નિર્માણ માટે ભવ્ય ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દીગપાલસિંહ ચુડાસમાના હસ્તે શાળાના કામનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો આધાર છે. કાદીપુર ગામના બાળકોને ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી આ શાળાનું નિર્માણ થનાર છે, જે ભવિષ્યમાં ગામ માટે લાભદાયી સાબિત થશે. જ્યારે દીગપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગ્રામ્યવિસ્તારો સુધી શિક્ષણની સુવિધા પહોંચે તે અત્યંત જરૂરી છે અને આ નવી શાળા તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. કાર્યક્રમમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
