ધંધુકા : ધોલેરા SIR વિસ્તારમાં એલ એન્ડ ટી કંપનીના કેમ્પમાં આવેલી ઓફ્સિ કન્ટેનરમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ફાટી નીકળતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના કર્મચારીઓ અને સુરક્ષા સ્ટાફે તાત્કાલિક અગ્નિશામક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફ્ળતા મળી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં બે ઓફ્સિ કન્ટેનરને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો