અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં મંગળવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેમાં ધોલેરા ઉપરાંત ગોરાસુ, બાવળીયારી, ભડીયાદ, સેલા, કાસીન્દ્રા, પચ્છમ અને ફેદરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ચોમાસાના વરસાદથી વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે લાભદાયી સ્થિતિ સર્જાશે તેવી આશા ખેડૂતો વ્યક્તકરી રહ્યા છે. અચાનક બદલાયેલા હવામાન અને મેઘરાજાની મહેરને કારણે ધોલેરા પંથકના લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો