સમર્પણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ધંધૂકામા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ પારંપારિક પહેરવેશમાં શાળાએ આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત આરતી સ્તુતિથી કરવામાં આવી હતી. નવદુર્ગા પૂજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ બાળકો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા સાથે રંગ ઉછળંગના તરંગોથી ભરપૂર લાગતું હતું. નાના નાના ચહેરા પર અનેરો ઉમંગ જોવા મળતો હતો. ડીજેના તાલ ઉપર બાળકો સુંદર મજાના રાસ ગરબા રમતા જાણે શાળાનું પ્રાંગણ વૃંદાવનમાં પલટાઈ ગયું હોય તેવી પ્રતીતિ થતી હતી.