ધોલેરા તાલુકાના કમિયાળા ગામના ખેડૂતો દ્વારા વીજ કંપનીની હેવી લાઇન માટે વિશાળ વીજ પોલ નાખવાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની આજીવિકાનું મુખ્ય સાધન એવી ખેતીની જમીનમાં નિર્ધારિત વિસ્તાર કરતાં વધુ જગ્યા પર ખોદકામ અને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેતીલાયક જમીનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.


ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ પોલ માટે ખોદવામાં આવતી માટી અને જેજીઓ માટી ખેતરમાં જ નાખવામાં આવી રહી છે, જેના કારણે જમીનની ફ્ળદ્રુપતા ઘટી રહી છે. ઉપરાંત, જમીનના નુકસાન સામે પૂરતું વળતર પણ આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા ખેડૂતોના હિતોની અવગણના કરીને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ગામમાં ભારે અસંતોષનો માહોલ સર્જાયો છે. ખેડૂતો સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ન્યાયપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: