ધંધૂકા : સ્વજનોની સ્મૃતિને માત્ર યાદો પૂરતી સીમિત ન રાખી, તેને માનવસેવાના પવિત્ર કાર્ય સાથે જોડવાનો અનોખો સંદેશ ધોલેરાના નિર્મલસિંહ સુખદેવસિંહ ચુડાસમા પરિવાર આપી રહ્યો છે. પરિજનોની પુણ્યતિથિ નિમિત્તે પાછલા અનેક વર્ષોથી જરૂરિયાતમંદ પરિવારો માટે અન્નદાનનું સેવાકાર્ય કરવાની પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. આ સેવાયજ્ઞ અંતર્ગત 72 દરિદ્રનારાયણ પરિવારોને છ મહિના સુધી ચાલે તેટલું અનાજ, કરીયાણું તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. આ પવિત્ર સેવાકાર્યમાં ચુડાસમા પરિવારના સભ્યો ઉપરાંત મિત્રો અને સંબંધીઓ પણ ઉપસ્થિત રહી સેવાભાવનામાં સહભાગી બન્યા હતા. સેવા એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનમાં આશા અને આધાર બનવાનું માધ્યમ છે. પોતાના સ્વજનોની સ્મૃતિમાં અનેક પરિવારોના ચૂલા પ્રજ્વલિત રહે અને જરૂરિયાતમંદોના ઘરમાં અન્નની સુગંધ મહેકતી રહે તેવો ચુડાસમા પરિવારનો સેવાભાવ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો