ધંધૂકા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા ધંધુકા શહેર અને પંથક પર આજે મેઘરાજાએ ગાજવીજ અને તેજ પવન સાથે કૃપા વરસાવી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સમગ્ર શહેર વરસાદી માહોલમાં તરબોળ બની ગયું હતું. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે ઠંડા પવને લોકોમાં નવી તાજગી ભરી દીધી હતી. ગરમીથી કંટાળેલા શહેરજનોને મોટી રાહત મળી હતી અને વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર પણ આશાની નવી કિરણ જોવા મળી હતી. બાળકો અને યુવાનો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. મેઘરાજાની આ મહેરથી ધંધુકા શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. સારા વરસાદથી ખેતીને પણ ફયદો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો