અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બનેલા ધર્મેશ ગમારા હત્યાકાંડ કેસમાં ઝડપાયેલા બંને મુખ્ય આરોપીઓ રીઝવાન મણિયાર અને સમીર અમદાણીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બુધવારે તેમને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ વખતે વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી નહોતી. કોર્ટ દ્વારા બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓને સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી અંગે ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ માહિતી આપી હતી.પોલીસ દ્વારા મામલે આગળની તપાસ પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે અને વધુ પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ શહેરમાં ઉશ્કેરાટ અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: