ધંધૂકા શહેરમાં RMS હોસ્પિટલ નજીક બુધવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક કાર આગળ જઈ રહેલા આઇશર ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત સમયે કારમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધંધૂકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર દરમિયાન એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જણાતા તેને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો