અમદાવાદ જિલ્લામાં ધોલેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં માત્ર 8 ઉમેદવારી ફોર્મ ભરાતા ચૂંટણી યોજવાની જરૂરિયાત જ ઊભી થઈ નહોતી. પરિણામે ચૂંટણી અધિકારીએ તમામ 8 ઉમેદવારોને બિનહરીફ્ વિજેતા જાહેર કર્યા છે.
બિનહરીફ્ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોમાં ચુડાસમા મહીપાલસિંહ, કાનાણી ઘનશ્યામભાઈ, ચુડાસમા હિતેન્દ્રસિંહ, ચુડાસમા ઓમદીપસિંહ, ચુડાસમા અજયપાલસિંહ, બારૈયા નારૂભાઈ, વાઘેલા ધીરુભાઈ અને કાનાણી બળવંતભાઈનો સમાવેશ થાય છે. ખેડૂત વિભાગની 10 બેઠકો સામે માત્ર 8 ઉમેદવારો મેદાનમાં રહેતા તમામ ઉમેદવારો બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા છે. આ પરિણામને ધોલેરા APMCમાં સર્વસંમતિ અને સહમતિના માહોલ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂણ્ર થતાં હવે નવી ટીમ ખેડૂતોના હિતમાં બજાર સમિતિના વિકાસ અને કામગીરીને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્તકરવામાં આવી રહી છે.
